Description :
CHANDRAYAAN-2 ROVER Launched in 2019, Chandrayaan-2 was India's second moon mission. After various attempts to partner with other space agencies, Chandrayaan-2 mission was executed purely based on home-grown technology. Chandrayaan-2 included an orbiter to perform a mapping from an altitude of 100 kilometres (62 miles), as well as a lander (Vikram) to make a soft landing on the south pole of moon and to send out the robotic rover (Pragyan) on the moon’s terrain. The principal purpose of Chandrayaan-2 was to exhibit the capacity to soft-land on the lunar surface and work a robotic rover on the surface. The mission carried 13 Indian scientific instruments for experiments to determine lunar topography, mineralogy, elemental abundance, the lunar exosphere, and signatures of hydroxyl and water ice. Chandrayaan-2 stack was first put in an Earth parking orbit of 170 km perigee and 40,400 km apogee by the launch vehicle. It then performed orbit-raising operations followed by trans-lunar injection using its own power. A NASA instrument for Laser ranging was carried by the mission as a mark of cooperation between the two space agencies. The collaboration included the use of Deep Space Network of NASA for navigation and guidance. A BOT NAMED WISDOM Chandrayaan-2's Rover was a 6-wheeled robotic vehicle named Pragyan. The word translates literally as wisdom. The name is aptly given to the robot made to study the moon, which is said to be the oldest undisturbed record of the history of our solar system. It was capable of generating 50 W of energy using solar power, which would be enough to sustain its basic functions. While there were several setbacks while communicating with the lander, the mission is still considered successful as the orbiter was able to record important information and will remain operational for 7 years. DOSAMATIC Developed by Bangalore-based Mukunda Foods, Dosamatic, is the world’s first automatic table top dosa making machine, a stellar success in the domestic as well as international markets. Feeling hungry? Just place the Dosamatic on the table, switch on the plug and the machine will serve you fresh and hot dosas within a minute. On the press of a button, the machine disperses the batter, spreads it, applies oil, and cooks it in just 60 seconds. This means that with 60 dosas, Dosamatic Machine offers impressive turnout of dosas every hour. Later, any filling as per preference can be added. It offers the opportunity of cooking more than 99 varieties of dosas. It also has an auto-clean feature to free you from hassles of maintenance. Dosamatic functions on 3K-Watt 1-Phase 220V and hence is energy friendly. ROBO CHEFS Archimedes’ screw system is used to pump the batter onto the hot plate. The principles of a side-stand of a motorcycle are put to practice when the machine has to interchange from spreading batter to peeling the cooked Dosa. Similarly, Rotimatic is a robotic roti maker manufactured by Zimplistic. It is the world's first and fully automatic flatbread maker that makes rotis, chapatis, puris, pizza bases, and tortillas in less than 90 seconds. Introduced to the world during CES 2019, BreadBot by Wilkinson Baking Company is another robot that can mix, form, proof and bake ten loaves of bread an hour. Trivia Mukunda Foods is reportedly the first company to install a dosa making machine inside a naval ship, INS Jyoti. DTU-AUV Arya is an Autonomous Underwater Vehicle or AUV. The team that worked on this project consists of undergraduate students of the Delhi Technological University (DTU) in India from varied multidisciplinary backgrounds. The AUV's mechanical system includes the watertight hulls and the structural framework that house the on-board electronic system. The rationale that has been provided behind this design methodology is to design a stable vehicle that has positive buoyancy and can help in operating as well as modeling the AUV’s control system. This is accomplished by ensuring the desired aspect ratio of the hydrodynamic stability as well as placing all the components optimally to maintain the required positions of buoyancy and the centre of gravity. In addition to that, the AUV also has an open-frame structure so that it can reduce the drag force it experiences effectively. It is also noteworthy that the AUV has an acrylic framework that supports all its subsystems robustly. ARYA’s cut-off circuit has also been designed with the safety of electronic circuits and batteries in mind. It consists of MOSFETs, diodes, relays, and comparators. The diodes in the circuit are employed to prevent back current from entering the batteries. Also, two comparators are employed to keep the battery voltage of the AUV between the minimum threshold and the maximum. Tools of introspection ARYA’s design can be regarded as the result of a commitment and dedication to develop a robust yet compact and lightweight vehicle. It meets the industrial standards when it comes to its eco-friendliness and safety to function effectively in shallow water as well as a 5-25 meters depth range. ARYA’s development offers a favorable platform for future advancements by improvising parts of the vehicle. For instance, by integrating different advanced sensors to enhance the application of the AUV in detecting and monitoring the marine structures and habitat. An Unmanned Aerial Vehicle (UAV), also known as an Uncrewed Aerial Vehicle, are elements of a UAS or an Unmanned Aircraft System. These systems comprise a ground-based controller, a UAV as well as a system of communication that is carried out between the two. The flight of these UAVs might function with different degrees of autonomy. They can either be controlled by a human operator using a remote control or by onboard computers autonomously. As opposed to crewed aircraft, unmanned aerial vehicles were used originally for missions that were too dirty, dangerous or dull for humans. These UAVs mostly originated in military applications initially. Today, their use has expanded to scientific, commercial, agricultural, recreational as well as a host of other applications. These UAVs are also used for policing and surveillance, aerial photography, drone racing, and product deliveries. In fact, civilian UAVs now outnumber military UAVs vastly. Popular UAVs The Predator has a length of 8 meters as well as a wingspan of 12.5 meters. It can fly at 130 km per hour. Moreover, it has an endurance of a good 24 hours. Along with its infrared and visible television, it also carries passive electronic sensors and a synthetic aperture radar. In the same vein, it can even carry anti-tank missiles. Its sensor outputs and control inputs are transmitted through communications satellites. Hence, the Predator was a significant achievement for the US during that time. Avniel is another impressive UAV as far as its technical specifications are concerned. The features of Avniel include human tracking, autonomous landing, autonomous takeoff by following the given waypoints, autonomous payload delivery and human detection over 100 ft. Moreover, it has an aluminum and birch wood framework. This drone or UAV, in addition to all the others, promise some interesting and useful applications in a number of fields and industries across the globe. The DRDO Netra can be defined as an Indian autonomous and lightweight UAV used for reconnaissance and surveillance operations. It has been developed jointly by the Research and Development Establishment (R&DE) of the Defence Research and Development Organization and a private firm based in Mumbai known as IdeaForge. The Netra can be defined as a lightweight UAV built using carbon fiber composites that use quadcopters to control and provide lift. Moreover, it has absolutely no moving parts besides its motors, transmissions, and rotors. Hence, it needs very low maintenance. The Netra also comprises a military-grade controller, communication systems, a power supply as well as a handheld operator console. NETRA IN NUMBERS The Netra can also be launched easily from a small clearing. It has the ability to fly a distance of more than 2.5 km when measured from its take-off point. The UAV’s operational altitude is 200 m. Using an on-board wireless transmitter, the Netra can also carry out surveillance single-handedly in an area of 1.5 km LOS or Line of Sight at the altitude of 300 m and for half an hour with merely a single battery charge. The UAV also has a CCD camera of high resolution with a zoom and pan/tilt in order to facilitate wider surveillance as well as a thermal camera for visibility during night operations. StudSat is essentially a CubeSat satellite designed by a group of engineering students from different parts of India. StudSat-1 is a miniaturized, picosatellite launched successfully on July 12th, 2010 into the synchronous orbit of the sun from the Satish Dhawan Space Center. The objective of the mission was for students to get hands-on experience of the fabrication, realization, and design of a real space mission at minimum cost. The mission was largely experimental in nature, and lasted for six months. StudSat-1 can easily be called the first picosatellite as well as the smallest one launched by the country or any Indian organization for that matter. SMALL BUT POWERFUL Today, StudSat is placed successfully in the orbit of the sun. It even received its first signal on July 12th, 2010 at 11:07 IST. The satellite largely resembles a small rectangular cube. Its dimensions are 10 cm x 10 cm x 13.5 cm. The Satellite performs the application of a remote-sensing satellite. It takes pictures of earth's surface with a 90-meter resolution. Besides, the satellite also consists of a host of subsystems such as a mechanical structure, a communication subsystem, Payload (Camera), a distribution and power generation subsystem, as well as an on-board control and determination subsystem. A Ground Station has also been designed to communicate effectively with the satellite. NMIT established this Ground Station or the NASTRAC (Nitte Amateur Satellite Tracking Center). It has been inaugurated by ISRO’s chairman, Dr. K. Radhakrishnan. A RAY OF HOPE The lander was initially code-named HHK1, and their single rover is called ECA, a shortened form for EkChotisi Asha (A Small Hope). The spacecraft has a liquid rocket engine with a thrust capability of 440 N for deceleration, and sixteen small 22 N thrusters for finer orbital maneuvers and attitude control (orientation). Then the lander would perform a soft landing at a location yet to be determined. In late 2018, Team Indus (Axiom Research Labs) partnered with OrbitBeyond and won a NASA CLPS award to land several commercial payloads on the Moon. The lander was renamed Z-01 and is planned to be launched in the third-quarter of 2020, possibly on a Falcon 9 rocket and land at Mare Imbrium (29.52º N 25.68º W). TRIVIA Established in 2010 by Rahul Narayana, Team Indus was a finalist for the $30 million Google XPrize Lunar Prize competition. Group Indus has the support of Infosys, Ratan Tata and Flipkart founders Sachin and Binny Bansal.DTU-UAV
IDEA FORGE NETRA
ISROSTUDSAT
TEAM INDUS ROVER
Bengaluru-based private aerospace firm Team Indus is part of a consortium that has bagged a contract from US space agency NASA to design and build a lander for its next lunar mission in 2020.
વધુ વિગત :
ચંદ્રયાન- ૨ રોવર વર્ષ ૨૦૧૯માં પ્રક્ષેપિત ચંદ્રયાન-૨ ભારતનું ચંદ્ર પરનું બીજું મીશન હતું. અન્ય સ્પેસ એજન્સીઓ સાથે ભાગીદારીના અનેક પ્રયાસો પછી ચંદ્રયાન-૨મિશન સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી પાર પાડવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૨ માં ૧૦૦ કીમી (૬૨ માઈલ)ની ઉંચાઈથી મેપીંગ કરવા માટે ઓર્બિટર નો સમાવેશ થતો હતો તથા તે ચંદ્ર ચંદ્ર ની ધરતી પર રોબોટીક રોવર (પ્રજ્ઞાન) ને કાઢવા અને ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડીંગ (હળવું ઉતરાણ) કરવા માટેલેન્ડર (વિક્રમ) થી સજ્જ હતું. ચંદ્રયાન-૨નો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર સૉફ્ટ-લેન્ડીંગની ક્ષમતા દર્શાવવાની અને સપાટી પર રોબોટીક રોવરની કાર્યરત કરવાનો હતો. આ મિશનમાં ચંદ્રની ટોપોગ્રાફી (સ્થળ આકૃતિ), મીનરલોજી (ખનીજ), પ્રાકૃતિક વિપુલતા, લ્યુનાર એક્ઝોસફીયર (ચંદ્રનું બર્હિમંડળ), અને હાઈડ્રોક્સીલ તથા પાણીની ઉપસ્થિતી નિર્ધારીત કરવાના પ્રયોગો માટે કુલ ૧૩ ભારતીય વૈજ્ઞાનિક ઉપકરણો ઉપયોગમાં લેવાયેલ. ચંદ્રયાન-૨ ને સૌ પ્રથમ પ્ર્ક્ષેપણ યાન દ્વારા ૧૭૦ કીમી. પ્રતિ કલાક ની પેરીઝી અને ૪૦,૪૦૦ કીમીની એપોઝી ની ભ્રમણ કક્ષામાં મુક્વામાં આવ્યું હતું . ત્યારબાદ ચંદ્રયાન -૨ એ ભ્રમણ ક્ક્ષા વધારતી અને તે પછી ટ્રાન્સ- લુનાર ઇન્જેક્શની કવાયતો પોતાની સ્વ ઊર્જા થી કરી હતી. બે અવકાશી એજન્સી વચ્ચે સહકારના પ્રતિકરુપે મિશન દ્વારા લેસર રેન્જીંગ માટે નાસાના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પારસ્પરિક સહયોગમાં નેવિગેશન અને માર્ગદર્શન માટે નાસાનું ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ બૉટ નેમ્ડ વિઝડમ ચંદ્રયાન-2નું રોવર ૬ પૈડાનું રોબોટીક વાહન પ્રજ્ઞાન નામ ધરાવતું હતું. નામના અર્થમાં જ વિદ્વતા સમાવિષ્ટ છે. રોબોટને આ નામ યોગ્ય રીતે જ આપવામાં આવ્યું હતું. જેને આપણા સૌરમંડળના ઈતિહાસનો સૌથી જૂનો વિક્ષુબ્ધ રેકર્ડ ગણવામાં આવે છે. તે સૌરઉર્જાની મદદથી ૫૦ W ઉર્જા ઉતપન્ન કરવા સક્ષમ હતું જે મૂળભૂત કામગીરીઓ કરવા માટે પુરતી હતી. લેન્ડર જોડે સંપર્ક સાધત વખતે અનેક અડચણો આવી હતી તેમ છતાં આ મિશનને સફળ ગણવામાં આવ્યું કેમ કે ઓર્બિટર મહત્વની માહિતી રેકર્ડ કરી શક્યું હતું અને ૭ વર્ષ સુધી કાર્યરત રહેશે. ઢોસામેટિક બેંગ્લોર સ્થિત મુકુંદ ફૂડ્સ દ્વારા વિકસીત કરાયેલ ઢોસામેટિક વિશ્વનું સૌપ્રથમ સ્વયંસંચાલિત ટેબલ ટોપ ઢોંસા તૈયાર કરતું મશીન છે જેને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં અદ્ભૂત સફળતા સાંપડી છે. શું ભૂખ લાગી છે ? ચાલો ટેબલ ઉપર ઢોસામેટિક મૂકો, પ્લગની સ્વિચ ઑન કરો અને થોડા જ મિનિટમાં મશીન તમને ગરમાગરમ ઢોંસા પીરસવાનું શરુ કરશે. માત્ર બટન દબાવતાં જ મશીન ખીરું પાથરશે, ફેલાવશે, તેલ લગાવશે અને માત્ર ૬૦ સેકન્ડમાં જ રંધાઈને તૈયાર થઈ જશે. એટલે ઢોસામેટીક મશીન દર કલાકે ગરમાગરમ અને તાજા ૬૦ ઢોંસા તૈયાર કરશે. ત્યારબાદ, તેમાં તમારી ઈચ્છા મુજબ સ્વાદ પણ ઉમેરી શકાય. તે ૯૯ પ્રકારના ઢોંસા રાંધવાની સુવિધા પણ આપે છે. તેની સાફસફાઈની ઝંઝટમાંથી મુક્ત થવા તેમાં ઓટો-ક્લીનની સુવિધા પણ છે. ઢોંસામેટિક મશીન 3K-Watt 1-Phase 220V ઉર્જા પર ચાલતું હોવાથી ઉર્જાનો કરકસર રીતે વપરાશ કરે છે. રૉબો શેફ આર્કીમીડીઝની સ્ક્રુ સિસ્ટમ ગરમ થાળીમાં વધુ સારું પીરસવા ઉપયોગમાં લેવાઈ. મોટરસાઈકલના સાઈડ સ્ટેન્ડનો સિદ્ધાંત અહીં કામે લગાડાયો. તવી પર ખીરું પાથર્યા બાદ તૈયાર થયેલ ઢોંસાને ઉખેડવા માટે અહીં મશીન પારસ્પરિક રીતે કામ કરતું હતું. આવી જ રીતે રોટીમેટિક પણ રોબોટીક રોટી મેકર મશીન છે જે ઝીમપ્લિસ્ટિક દ્વારા તૈયાર કરાયું છે. તે વિશ્વનું સૌ પ્રથમ અને સંપૂર્ણ સ્વયંસંચાલિત રોટલી વણતું મશીન છે માત્ર 90 સેકન્ડમાં જ રોટલીઓ, ખાખરા, પુરી, પિઝાના રોટલા અને મકાઈની રોટી તૈયાર કરે છે. Wilkinson Baking કંપની દ્વારા CES 2019 દરમિયાન વિશ્વ સમક્ષ મૂકાયેલ બીજો રોબોટ હતો જે દર કલાકે 10 બ્રેડનો લોટ બાંધી, મિશ્રણ કરી શેકીને તૈયાર કરતો હતો. ત્રિવિયા (સામન્ય જ્ઞાન) naval ship, INS Jyoti ની અંદર ઢોંસા તૈયાર કરતું મશીન સ્થાપિત કરનાર સૌપ્રથમ કંપની મુકુંદ ફુડ્સ કહેવાય છે. DTU-AUV આર્ય પાણી નીચે રહેતું એક સ્વાયત્ત વાહન કે AUV (Autonomous Underwater Vehicle) તરીકે ઓળખાય છે. આ પ્રોજેક્ટ પણ જે ટીમે કામ કર્યું હતું તેમાં ભારતમાં દીલ્હી ટેકનોલોજી યુનિવર્સીટીમાં વિભિન્ન શાખાઓમાં અભ્યાસ કરતાં સ્નાતક વિદ્યાર્થીઓ હતા. AUVની મીકેનીકલ સિસ્ટમમાં વોટરટાઈટ (જલાભેદ્ય) આવરણ અને સંરચનાત્મક ફ્રેમવર્ક બેસાડેલું છે જે ઑન-બોર્ડ ઈલેકટ્રોનિક સિસ્ટમને જોડે છે. આવી ડીઝાઈન રચવા પાછળનો તર્ક મુજબ નિરપેક્ષ ઉછાળ આવતો હોય તેવું સ્થિર વાહન તૈયાર કરવું અને AUVની કન્ટ્રોલ સિસ્ટમની સાથે સાથે તેના સંચાલનમાં પણ સહાયભૂત બને તે ઈચ્છનીય હતું. હાઈડ્રોનેમિક સ્થિરતાના અપેક્ષિત ગુણોત્તરની સાથે સાથે ઉછાળની અપેક્ષિત સ્થિતિ તથા ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર જાળવી રાખવા તમામ પૂર્જા-ઘટકોને શ્રેષ્ઠ રીતે બેસાડવાની આ આવશ્યકતા પૂર્ણ કરવામાં આવી. ઉપરાંત વધારામાં auv માં ખુલ્લું ફ્રેમ માળખું તૈયાર કરાયું જેથી તેને અસર કરતું ખેંચાણ બળ ઓછું થઈ શકે. AUVમાં તેની તમામ પેટા સિસ્ટમોને મજબૂત રીતે સપોર્ટ કરતું હોય તેવું એક્રેલીક ફ્રેમવર્ક રાખવામાં આવ્યું તે પણ નોંધનીય બાબત છે. ARYAની કટઑફ સર્કિટની રચના પણ ઈલેકટ્રોનિક સર્કિટ્સ અને બેટરીની સલામતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. તેમાં MOSFETs, diodes, relays, અને comparators બેસાડેલ હતા. સર્કિટ્સના ડાયોડ્સ બેટરમાંથી પરત ફરતા પ્રવાહને રોકવાના હેતુથી સર્કિટ્સમાં ડાયોડ્સ બેસાડેલ હતા. ઉપરાંત AUVના બેટરી વોલ્ટેજને મહત્તમ અને લઘુત્તમ મર્યાદામાં જાળવી રાખવા તેમાં બે comparators બેસાડેલ હતા. ઈન્ટ્રોસ્પેક્શનના સાધનો એક ખડતલ પણ હળવું વાહન તૈયાર કરવાની પ્રતિબદ્ધતા અને સમર્પણની ભાવનાના પરીણામે ARYAની રચના સંભવી શકી છે. ઉંડા અને છીછરા પાણીમાં ૫-૨૫ મીટરની ઉંડાઈએ પણ પર્યાવરણને અનુરુપ અસરકારક રીતે કામ કરવાનું હોય ત્યારે પણ તે ઔદ્યોગિક માપદંડોની પૂર્તતા કરે છે. ARYA નો વિકાસ વાહનના ભાગોમાં સુધારો કરીને ભવિષ્યની પ્રગતિ માટેનું સાનુકુળ પ્લેટફોર્મ પુરું પાડે છે. દાખલા તરીકે વિભિન્ન અત્યાધુનિક સેન્સર્સને પારસ્પરિક જોડીને AUVદ્વારા સમુદ્રી માળખાઓની દેખરેખ અને દરિયાઈ જીવોના રહેઠાણનું અવલોકન કરતી એપ્લીકેશનને વધુ સારી બનાવી શકાય છે. માનવરહિત અવકાશી યાન (UAV)જે Uncrewed અવકાશી યાન તરીકે પણ જાણીતું છે તે UAS એટલે કે Unmanned Aircraft Systemના ઘટકો છે. આ સિસ્ટમ ગ્રાઉન્ડ બેઝડ કન્ટ્રોલર, UAV, તથા બંને વચ્ચે હાથ ધરાતા કમ્યુનિકેશનની સિસ્ટમ ધરાવે છે. આ UAVનું ઉડાન સ્વાયત્તતાની વિભિન્ન ડીગ્રી સાથે કામ કરી શકે. તેને માનવ ઓપરેટર દ્વારા રીમોટ કંન્ટ્રોલની મદદથી કે ઓનબોર્ડ કોમ્પ્યુટર્સ દ્વારા સ્વાયત્ત રીતે સંચાલિત કરી શકાય છે. ચાલકદળના વિમાન કરતાં ઉલટું અવકાશી યાનોનો ઉપયોગ મૂળભૂત રુપે એવા મિશનો માટે થતો હતો જે ખૂબ જ મેલા, જોખમી અને સુસ્ત હતાં. આ યાનો મોટેભાગે શરુઆતમાં લશ્કરી કામગીરીઓમાંથી તૈયાર કરાતા. આજના સમયમાં તેનો ઉપયોગ વિજ્ઞાન, વ્યવસાયિક, કૃષિ, મનોરંજન તથા અન્ય એપ્લીકેશન્સમાં વિશાળ પાયે થઈ રહ્યો છે. આવા યાનોનો ઉપયોગ પોલીસ કામગીરી, દેખરેખ, હવાઈ ફોટોગ્રાફી, ડ્રોન રેસીંગ અને ઉત્પાદનોની ડીલીવરી માટે થતો. વાસ્તવમાં સિવિલીયન UAV હવે લશ્કરી UAVને ક્યાંય પાછળ પાડી દે છે. પ્રચલિત UAV પ્રિડેટરની લંબાઈ ૮ મીટર અને તેના પાંખિયા ૧૨.૫ મીટર પહોળા હોય છે. તે ૧૩૦ કીમી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. ઉપરાંત તે ૨૪ કલાક સુધી કાર્યરત રહી શકે છે. તેના ઈન્ફ્રારેડ અને વીઝીબલ ટેલીવિઝની સાથે તેમાં પેસીવ ઈલેક્ટ્રોનીક સેન્સર્સ અને સિન્થેટીક એપેર્ચર રડાર પણ હોય છે. સાથે સાથે તે એન્ટી ટેન્ક મિલાઈલો પણ લઈ જઈ શકે છે. સેન્સર આઉટપુટ અને કન્ટ્રોલ ઈનપુટ્સનું સંચાર ઉપગ્રહો દ્વારા પ્રસારિત થાય છે. માટે તે સમયે અમેરિકા માટે પ્રિડેટર ખૂબ મહત્વની ઉપલબ્ધિ હતી. તકનીકી લાક્ષણિકતાઓની વાત આવે ત્યારે Avniel પણ એક પ્રભાવશાળી અવકાશી યાન છે. Avnielની લાક્ષણિકતાઓમાં માનવ ટ્રેકીંગ, આપેલ વેપોઈન્ટ્સથી સ્વાયત્ત લેન્ડીંગ (ઉતરાણ) અને સ્વાયત્ત ટેકઑફ, સ્વાયત્ત પેલોડ ડીલીવરી અને ૧૦૦ ફુટના અંતરેથી માનવીની ઓળખ વિગેરે કરી શકે છે. ઉપરાંત, તેમાં એલ્યુમિનિયમ તથા બર્ચ લાકડાનું ફ્રેમવર્ક છે. આ ડ્રોન કે UAV અન્ય તમામ ઉપરાંત વિશ્વભરમાં વિભિન્ન ક્ષેત્રો અને ઉદ્યોગો ખાતે ઉપયોગી અને રસપ્રદ એપ્લીકેશન અંતર્ગત કામગીરી નિભાવે છે. DRDOના ‘નેત્ર’ને ભારતનું સ્વાયત્ત અને વજનમાં હળવું UAV કહી શકાય જેનો ઉપયોગ જાસૂસી અને દેખરેખ કામગીરી માટે થાય છે. તેને ડીફેન્સ રીસર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંશોધન અને વિકાસ વિભાગ (R&DE) અને મુંબઈ સ્થિત આઈડીયાફોર્જના સંયુક્ત ઉપક્રમે વિકસીત કરવામાં આવ્યું છે. નેત્રને હળવા વજનના યુએવી તરીકે માની શકાય કેમ કે તેમાં ક્વાડાકોપ્ટર્સનો ઉપયોગ નિયંત્રણ માટે અને ઉંચકવા માટે કાર્બન ફાઈબર ઘટકોના ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમાં તેની મોટર, ટ્રાન્સમીશન અને રોટર્સ સિવાય કોઈપણ મુવીંગ (ફરતા) પૂર્જા નથી. માટે તેને ખૂબ જ ઓછી સારસંભાળની જરુર રહે છે. નેત્રમાં મીલીટરી ગ્રેડ કન્ટ્રોલર, સંચાર પદ્ધતિ અને ઉર્જા પુરવઠો તેમ જ હાથ વગું ઓપરેટર કૉન્સોલ પણ છે. નેત્ર સાંખ્યિક દ્રષ્ટિએ નેત્રને નાનામાં નાની સપાટી પરથી પણ ઉડાડી શકાય છે. તે ટેઈક-ઑફ પોઈન્ટથી માપીએ તો ૨.૫કીમી થી પણ વધારે અંતરે ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે. UAV ૨૦૦ મીટરની ઉંચાઈએ કામગીરી કરી શકે છે. ઓનબોર્ડ વાયરલેસ ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીને નેત્ર લાઈન ઑફ સાઈટ (દ્રષ્ટિ વિસ્તાર)ના ૧.૫ કીમી વિસ્તારમાં ૩૦૦ મીટરની ઉંચાઈ સુધી નિરીક્ષણ-દેખરેખ કરી શકે છે અને માત્ર એક જ વખત ચાર્જ થયેલ બેટરી થકી અડધા કલાક સુધી કાર્યરત રહી શકે છે. ઉપરાંત UAVમાં હાઈ રીઝોસ્યુનવાળા ઝુમ અને આજુબાજુ ફરી/ઘુમી શકે તેવાCCD કેમેરો હોય છે જેનાથી બહોળા વિસ્તારમાં દેખરેખ રાખી શકાય છે અને સાથે સાથે રાત્રીના સમયે જોવા માટે થર્મલ કેમેરા હોય છે. ભારતના વિવિધ વિસ્તારોમાંથી ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓના જુથ દ્વારા નિર્માણ થયેલ StudSatઅનિવાર્યપણે ક્યબસેટ ઉપગ્રહ છે. સ્ટુડસેટ-૧ને સતિષ ધવન સ્પેસ કેન્દ્રથી તા. ૧૨મી જુલાઈ ૨૦૧૦ના રોજ સફળતાપૂર્વક સૂર્યની સમવેગી કક્ષામાં તરતો મૂકાયેલ એક લઘુ, પીકોસેટેલાઈટ છે. આ મિશનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને લધુત્તમ ખર્ચે વાસ્તવિક સ્પેસ મિશનની રચના તૈયાર કરવા, ફેબ્રીકેશનનો અનુભવ પ્રાપ્ત કરવાનો હતો. મિશન મહદ્અંશે પ્રાયોગિક સ્વરુપનું હતું અને ૬ મહિના ચાલ્યું હતું. સ્ટુડસેટ-૧ને સાદી ભાષામાં પ્રથમ પિકોસેટેલાઈટ સાથે સાથે રાષ્ટ્ર દ્વારા કે કોઈપણ ભારતીય સંસ્થા દ્વારા તરતો મૂકાયેલ સૌથી નાનો ઉપગ્રહ કહી શકાય. નાનો પણ શક્તિશાળી આજે સ્ટુડસેટ ને સૂર્યની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી શકાયો છે. તેણે સૌપ્રથમ સિગ્નલ ૧૨મી જુલાઈ, ૨૦૧૦ના રોજ ૧૧:૦૭ ISTના રોજ મોકલેલ. આ ઉપગ્રહ લગભગ નાનકડી લંબચોરસ ઘન જેવો દેખાય છે. તેનું કદ ૧૦ cm x ૧૦ cm x ૧૩.૫ cm છે. આ ઉપગ્રહ રીમોટ-સેન્સીંગ ઉપગ્રહની કામગીરી બજાવે છે. તે પૃથ્વીની સપાટીના ૯૦ મીટરના રીઝોલ્યુશનવાળા ફાટો પાડે છે. ઉપરાંત ઉપગ્રહ મીકેનીકલ સ્ટ્રક્ચર, કોમ્યુનિકેશન સબસિસ્ટમ, પેલોડ (કેમેરા), ઉર્જા ઉત્પાદન અને વિતરણ સબસિસ્ટમ સાથે સાથે ઑન-બોર્ડ નિયંત્રણ અને નિર્ધારણ સબસિસ્ટમ જેવી અનેક વિશિષ્ટતાઓ ધરાવતી સબસિસ્ટમ બેસાડેલી છે. ઉપગ્રહ સાથે અસરકારક રીતે સંચાર (કમ્યુનિકેટ) કરવા માટે ગ્રાઉન્ડ સ્ટેશનને પણ તૈયાર કરવામાં આવ્યું. NMITએ આ ગ્રાઉન્ડ સ્ટેશન એટલે કે (Nitte Amateur Satellite Tracking Center) સ્થાપિત કર્યું. તેનું ઉદઘાટન ઈસરોના ચેરમેન ડૉ. આર. રાધાક્રિષ્નન દ્વારા કરવામાં આવ્યું હતું. બેંગલુરુ સ્થિત ખાનગી એરોસ્પેસ એકમની ટીમ ઈન્ડસ પણ સંઘનો એક ભાગ છે જેને યુએસ સ્પેસ એજન્સી નાસા તરફથી ૨૦૨૦માં આગામી ચંદ્ર મિશન માટે લેન્ડર તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત થયો છે. આશાનું કિરણ લેન્ડરને શરુઆતમાં કૉડ નામ HHK1આપવામાં આવેલ અને તેના સીંગલ રોવરને ECAથી ઓળખવામાં આવતું જે ‘એક છોટી સી આશા‘ (નાનકડી આશા)નું ટૂંકું નામ હતું. સ્પેસક્રાફ્ટમાં લીક્વીડ રૉકેટ એન્જીન હતું જેમાં ધીમા થવા માટે થ્રસ્ટ ક્ષમતા ૪૪૦ Nની છે અને સુંદર ભ્રમણકક્ષાની માનેયુવર્સ અને ધરીય અંકુશ (અનુમાપન) માટે ૧૬ નાના ૨૨ N થ્રસ્ટનર બેસાડેલ છે. ત્યારબાદ લેન્ડરને નિર્ધારીત થનાર સ્થાને સૉફ્ટ લેન્ડીંગ (ઉતરાણ) હાથ ધરશે. વર્ષ 2018ના અંતમાં ઓર્બિટબિયોન્ડની ભાગીદાર ટીમ ઈન્ડસ (એક્ઝિઓમ રીસર્સ લેબ) દ્વારા ચંદ્ર પર અનેક વ્યવસાયિક પેલૉડ્સ ઉતારવા માટેનો NASA CLPS નો એવોર્ડ જીત્યો. લેન્ડરનું નામ બદલીને Z-01 કરવામાં આવ્યું અને 2020ના ત્રીજા ક્વાર્ટરમાં સંભતઃ ફાલ્કન 9 રૉકેટ પર મેયર્સ લીબેરમ (ખુલ્લા સમુદ્ર) (29.52º ઉત્તરે, 25.68º પૂર્વ અક્ષાંસ) ખાતે ઉતરાણ કરી તેને લોન્ચ કરવાનું આયોજન છે. ત્રિવિયા રાહુલ નારાયણ દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્થાપિત કરાયેલ ટીમ ઈન્ડસ $૩૦૦ લાખનાગુગલ એક્સપ્રાઈઝ લુનાર પ્રાઈઝ સ્પર્ધામાં પસંદ કરાયેલ હતી. ગ્રુપ ઈન્ડસને ઈન્ફૉસીસ, રતન ટાટા અને ફ્લીપકાર્ટના સ્થાપક સચિન અને બિન્ની બંસલનો પણ સપોર્ટ હતો.DTU-UAV
આઈડીયા ફોર્જ નેત્ર
ઈસરો સ્ટુડસેટ
ટીમ ઈન્ડસ રૉવર
अधिक जानकारी :