
Description :
Precision & Industrial Robot A HARDWORKING MACHINE Precision and industrial robots are used in a variety of industrial processes ranging from packaging to manufacturing. Precision robots are made to work within very tight tolerances. They use sensors to ensure that they are always on track. Industrial robots are commonly seen in heavy mechanical applications where they work alongside humans or work independently. Industrial robots are tailor-made for the function at hand. They are used in welding, painting and even heavy lifting. Hence each robot is distinct in its own regards. UNDER THE HOOD Precision and industrial robots use actuators and motors to expand their degrees of motion based on what they are required to do. MEET THE WORKFORCE The IRB 1200 is one of the smallest and fastest of these robots, and comes with a few different industry specific variants. They can typically carry a payload of 5-7Kgs. The most commonly used types of industrial robots, based on the configuration of the axis, are cartesian, SCARA, cylindrical, delta, polar and vertically articulated. However, there are several other types available as well. There are nearly 1.64 million industrial robots in operation today across many different industries. Tech Specs Reach : 0.7 m Payload : 7 kg Armload : 0.3 kg Protection: Standard robot (IP40) or IP67, Foundry Plus 2 based on IP67, Food Grade Lubricant and Clean Room (ISO class 3) based on IP67 Controllers: IRC5 compact/IRC5 single cabinet Integrated signal and power supply: 10 Signals on wrist Integrated ethernet: One 100/10 Base-TX ethernet port AGRICULTURE ROBOT AUTONOMOUS FARMING: A STEP TOWARDS SUSTAINABILITY Robotics is redefining the agriculture industry and is enabling farmers to efficiently meet the growing demands of global food shortage and labour. Robots, specifically in the form of drones offer an unparalleled advantage to farmers in terms of better production, crop monitoring and overall farming efficiency. Unlike ordinary drones, these sophisticated Unmanned Aerial Vehicles (UAVs) are fitted with high-resolution cameras and enhanced sensors that map the ground and provide accurate soil data to farmers in real-time. To maintain optimum altitude and flight control, agricultural drones also sport flight controllers along with a responsive propulsion system. A FARMER’S BEST FRIENDAgriculture drones like the DJIMatrice 100 are one of the easiest to operate, making use of DJI’s patented technology to maintain flight with minimal control. It comes with the flight controller, propulsion system, GPS, DJI Lightbridge, a dedicated remote controller, and a rechargeable battery. Other examples include the Vinobot and Vinoculer, LSU's AgBot, Casmobot slope mower, HortiBot. ASSISTING THE WORLD’S LARGEST INDUSTRY From crop monitoring to planting, livestock management, crop spraying, irrigation mapping, and more, agricultural drones have a promising future in the agricultural industry. SPACE ROBOT Machines, The Space Nomads- Space robots are made to help us explore extraterrestrial worlds. They help us to understand a planet in detail without having to send a human candidate or assist astronauts in tasks that would be difficult or risky for humans. Space robots are made in many forms, from humanoids to rovers. These machines are designed very differently from the robots that we use on earth as they are built from the ground up to work in the extreme space and atmospheric conditions. Space robots are sent to either other planets or specific parts of the space to study the environment. they have various sensors and scanners that they use to study everything around them. The data that they collect is then transmitted to earth for research. The Space Mechanic The biggest advantage of Space Robots is that they are disposable. Once they are deployed on their mission, they will remain operational for years and will only stop when the core components are damaged. Sometimes space shuttles or space stations require construction and repair work. However, having a person do this could lead to all sorts of hazards. Exposure to radiation and extreme temperatures could be fatal to humans. This is a perfect example of a task that a robot would do with relative ease, factoring in all the risk involved. Some examples of space robots from NASA are Robonaut, RASSOR, Spidernaut, ATHLETE, Dextre, SPHERES, Curiosity, and Pioneer. The visual representation on display is achieved by using an InMoov robot. The InMoov is an open source, 3D printable humanoid invented by Gaël Langevin DRDO ROBOT– \DRDO: AT THE FOREFRONT OF DEFENCE TECHNOLOGY DRDO, our country’s premier R&D organization has demonstrated the use of robotics technologies through a wide range of robots that are capable of performing mission-critical tasks with minimal human intervention. The application of robotics in defence has seen tremendous growth over the years and specialized laboratories such as the Centre for Artificial Intelligence and Robotics (CAIR) have been established to cater to this area of research. ENABLING SMART OPERATIONS Robots operating in a battlefield scenario are often required to traverse uneven terrains and should possess different sensing capabilities in order to intelligently achieve the mission objectives. To achieve such a feat, DRDO robots use a wide range of locomotion and manipulation technologies underpinned by Artificial Intelligence (AI). Tech Specs: Legged Robots - Hexapods and Quadrupeds with three degrees of freedom enabling omni-directional motion Ultrasonic sensors for obstacle detection and avoidance Human-like, stable locomotion– Actuated wheels for hybrid locomotion in quadruped– Miniature Ground Vehicle– Payload Capacity: 50 Kg Robot weight: 28 Kg Daylight camera used for counter-insurgence operations Speed of 3 Km/h on the roughest terrain Prosthetic and Exoskeleton A CHANCE OF PHYSICAL REHABILITATION Robotic limbs and wearable robots are inventions that have a direct impact on humanity. Their importance is widely acknowledged as a result of the contribution of popular cinema. The loss of a limb due to accidents, war casualties or cardiovascular disease is one of the most painful experiences for a human. Robotics gives amputees a chance of recuperating their limbs and being able to get back to their lives. Robotic prosthetics require multidisciplinary research, primarily making use of electronics, mechanics and biology. Several technologies have been developed to implement this concept and we are not too far from commercially available robotic prosthetics. A STEP FURTHER– This research can further be applied to the creation of devices like exoskeletons that enable humans to go beyond their capabilities and achieve physical strength and dexterity that can only be defined as super-human. Tagged as one of the “50 best innovations of 2010” by TIME magazine, the EksoVest by Eksobionics is one such invention that helps workers operate more efficiently by reducing fatigue. Use of such devices also reduces the chances of injury. THE POWER OF PHYSICS The EksoVest uses physics to shift the weight from your arms and shoulders to your legs. This machine is being actively tested at companies such as Ford. It can be of great assistance to mechanics who have to deal with muscle fatigue on a daily basis. MODERN SCIENCE AT WORK– Myoelectric systems are used to read the brain signals from the nerves of the damaged organs and activate motorized limbs in accordance. This technology is being explored as an underlying mechanism of robotic prosthetics. 3D printed prosthetics are used to reduce the weight of a myoelectric system and provide better personalization.
વધુ વિગત :
પ્રિસિસન એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રોબોટ એક મહેનતુ મશીન પ્રિસિસન એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રોબોટ્સનો પેકેજીંગ થી લઈને ઉત્પાદન સુધીની અનેકવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય છે. પ્રિસિસન રોબોટ્સ સખ્ત તણાવવાળી પરિસ્થિતિમાં કામ કરે તે રીતે તૈયાર કરાય છે. તેઓ નિર્ધારીત ટ્રેક પર કામ કરે છે તેની પૂર્તતા માટે તેમાં સેન્સર્સ બેસાડેલ હોય છે. ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કામદારોની સાથે અથવા તો સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવી ભારે મીકેનીકલ કામગીરીઓ કરતાં જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ જે-તે હાથ વડે કરવામાં આવતી કામગીરી માટે તૈયાર કરાય છે. તેનો ઉપયોગ વેલ્ડીંગ, રંગકામ અને સંભવતઃ ભારે વજન ઉઠાવવા માટે કરાય છે. આમ દરેક રોબોટ વિશિષ્ટ કામગીરી સંભાળે છે. અન્ડર ધી હુડ પ્રિસિસન એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સમાં તેમના કામની ગતિને વિસ્તારવા માટે ગતિપ્રેરક યંત્ર અને મોટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. મીટ ધ વર્ક ફોર્સ આ પ્રકારના રોબોટ્સમાં IRB ૧૨૦૦ સૌથી નાનો અને ઝડપી રોબોટ છે, જે જુદા જુદા ઉદ્યોગના વિશિષ્ટ પ્રકારો સહિત આવે છે. તે સામાન્ય રીતે ૫-૭ કીલોનું વજન લઈ જઈ શકે છે. ધરીની રચના આધારે ઔદ્યોગિક રોબોટ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રોબોટ્સમાં કાર્ટેઝીયન, SCARA, cylindrical (નળાકાર), ડેલ્ટા, ધ્રુવીય અને લંબવત રીતે જોડવામાં આવેલા રોબોટ્સ હોય છે. જો કે આ ઉપરાંત અન્ય પ્રકારના પણ હોય છે. આજના સમયમાં વિવિધ ઉદ્યોગોની કામગીરીમાં આશરે ૧.૬૪ મીલીયન જેટલા ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કાર્યરત છે. તકનીકી વર્ણન (પહોંચ) : 0.7 m (ક્ષમતા) : 7 kg (આર્મલૉડ) : 0.3 kg (રક્ષણ) : Standard robot (IP40) or IP67, સંકલિત સિગ્નલ અને ઉર્જા પુરવઠો : કાંડા પર 10 સિગ્નલ્સ સંકલિત - One 100/10 Base-TX ethernet port કૃષિ રોબોટ્ સ્વાયત્ત ખેતી – એક કદમ ટકાઉપણા તરફ કૃષિ ઉદ્યોગને રોબોટીક્સએ નવા સ્વરુપમાં વ્યાખ્યાયિત કર્યું છે તથા વિશ્વમાં અનાજની અછત અને મજૂરોની માંગને અસરકારક રીતે પહોંચી વળવા ખેડૂતોને સક્ષમ કરી રહ્યું છે. રોબોટ્સ, ખાસ કરીને ડ્રોનના સ્વરુપમાં વધુ ઉત્પાદન, પાકની દેખરેખ અને સર્વાંગી કૃષિ કાર્યક્ષમતાના સંદર્ભમાં ખેડૂતોને અપ્રતિમ લાભ આપે છે. સામાન્ય ડ્રોન કરતાં અલગ, આ અત્યાધુનિક માનવરહિત એરીયલ વ્હીકલ્સમાં હાઈ રીઝોલ્યુશનના કેમેરા અને ઉત્કૃષ્ટ સેન્સર્સ બેસાડેલા છે જે જમીનનો નકશો તૈયાર કરી ખેડૂતને સમયાંતરે માટીનો સચોટ ડેટા પૂરો પાડે છે. યોગ્ય ઉંચાઈ અને ફ્લાઈટ નિયંત્રણ જાળવવા માટે આ કૃષિ ડ્રોન્સ રીસ્પોન્સીવ પ્રપલ્ઝન સિસ્ટમ સહિત ફ્લાઈટ કન્ટ્રોલર્સને પણ સુસજ્જ કરે છે. ખેડૂતનો શ્રેષ્ઠ મિત્ર DJIMatrice 100 જેવા કૃષિ ડ્રોન્સ વાપરવામાં તદ્દન સરળ છે, DJIની પેટન્ટ કરેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા પ્રયત્ને ફ્લાઈટને નિયંત્રીત કરી શકાય છે. તેમાં ફ્લાઈટ કન્ટ્રોલર, પ્રપલઝન સિસ્ટમ, જીપીએસ, DJIlightbridge, ડેડીકેટેડ રીમોટ કન્ટ્રોલર અને રીચાર્જેબલ બેટરી બેસાડેલ હોય છે. અન્ય દ્રષ્ટાંતોમાં સામેલ છે Vinobotઅને Vinoculer, LSU's AgBot, Casmobot slope mower, HortiBot. વિશ્વના સૌથી વિશાળ ઉદ્યોગને સહાયરુપ પાકની દેખરેખથી લઈને વાવણી, પશુધનનું વ્યવસ્થાપન , પાક પર છંટકાવ, સિંચાઈનું મેપીંગ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ કરતાં કૃષિ ડ્રોન્સ કૃષિ જગતમાં સોનેરી ભવિષ્ય ધરાવે છે. અવકાશી રોબોટ અવકાશમાં વિચરતું મશીન સ્પેસ રોબોટ્સને બ્રહ્માંડના અન્ય પ્રદેશોનું અન્વેષણ કરવામાં સહાયક બનવા તૈયાર કરાયા છે. કોઈ માનવને અવકાશમાં મોકલ્યા વગર બ્રહ્માંડને સારી રીતે સમજવા કે માનવી માટે મુશ્કેલ કે જોખમી એવા વિશિષ્ટ ગ્રહને સમજવામાં અવકાશયાત્રીઓને સહાય કરે છે. હ્યુમનોઈડ્સ થી લઈને રોવર્સ સુધીના અનેકવિધ સ્વરુપે સ્પેસ રોબોટ્સ તૈયાર કરાય છે. આ યંત્રોની રચના આપણે પૃથ્વી પર ઉપયોગમાં લેતા રોબોટ્સ કરતાં તદ્દન ભિન્ન પ્રકારે હોય છે, કેમ કે તે દૂર અંતરિક્ષમાં વાયુમંડળની આત્યંતિક પરિસ્થિતિમાં કામ કરવા તૈયાર કરાય છે. પર્યાવરણના અભ્યાસઅર્થે સ્પેસ રોબોટને અન્ય ગ્રહ પર અથવા તો નિશ્ચિત સ્થાને મોકલવામાં આવે છે. આસપાસની દરેક વસ્તુનો તે અભ્યાસ કરી શકે તે માટે તેમાં વિવિધ સેન્સર્સ અને સ્કેનર્સ બેસાડેલા હોય છે. ત્યારબાદ એકત્રિત કરાયેલ ડેટાને તે સંશોધન માટે પૃથ્વી પર મોકલી આપે છે. સ્પેસ (અવકાશી) મીકેનીક સ્પેસ રોબોટ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો નિકાલ કરી શકાય છે. એકવાર તેમને તેમના લક્ષ્ય પર મોકલી દેવામાં આવે પછી તે વર્ષો સુધી કામ કરતાં રહે છે અને તેના મુખ્ય ઘટકો/અંગો ક્ષતિગ્રસ્ત થાય ત્યારે જ તે અટકે છે. ક્યારેક અવકાશી શટલ્સ કે અવકાશી મથકોમાં બાંધકામ અને મરામત કાર્યની જરુર પડે છે. જો કે કોઈ માનવ પાસે આવું કામ કરાવવું તમામ જોખમોથી ભરેલું હોય છે. કિરણોત્સર્ગ અને અસહ્ય તાપમાનના સંપર્કમાં આવવું માનવ માટે જીવલેણ નીવડી શકે છે. આ તે કામનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે જ્યાં સમાવિષ્ટ તમામ જોખમોને પાર કરીને આ કામ રોબોટ ખૂબ જ સરળતાથી પુરું કરે છે. નાસાના અવકાશી રોબોટના કેટલાક દ્રષ્ટાંતોમાં Robonaut, RASSOR, Spidernaut, ATHLETE, Dextre, SPHERES, Curiosityઅને Pioneerનો સમાવેશ થાય છે. InMoov robot નો ઉપયોગ કરીને ડીસ્પ્લે ઉપર દ્રશ્ય રજૂ થાય છે. GaëlLangevin દ્વારા શોધાયેલ InMoovએક ઑપન સોર્સ, 3D printable humanoid છે. DRDO રોબોટ સંરક્ષણ ટેકનોલોજીમાં સૌથી આગળ માનવ હસ્તક્ષેપ વગર રોબોટ્સ કટોકટીપૂર્ણ કાર્યો કરવા સક્ષમ છે તે દેશની મુખ્ય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO એ રોબોટ્સની વિશાળ શ્રેણી દ્વારા રોબોટીક્સ ટેકનોલોજીના ઉપયોગનું પ્રદર્શન એક વિસ્તૃત શૃંખલાના માધ્યમથી કર્યું. સંરક્ષણ ક્ષેત્રમાં રોબોટીક્સના ઉપયોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને સંશોધનના આ ક્ષેત્રને પહોંચી વળવા માટે સેન્ટર ફૉર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એન્ડ રોબોટીક્સ (CAIR) જેવી વિશિષ્ટ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. નિપુણ ઓપરેશન્સ પાર પાડવા યુદ્ધના મેદાનમાં કામગીરી નિભાવતા રોબોટ્સે ઘણીવાર ઉંચી-નીચી / ઉબડ-ખાબડ સપાટીઓને પાર કરવી પડતી હોય છે અને કુશળતાથી લક્ષ્ય હાંસલ કરવા જુદી જુદી સંવેદનક્ષમતા હોવી જરુરી છે. આવી ઉપલબ્ધી પ્રાપ્ત કરવા માટે DRDO રોબોટ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) દ્વારા રેખાંકિત કરાયેલ સ્વયંસંચાલિત અને હલનચલનની તકનીકની વિશાળ શ્રૃંખલાનો ઉપયોગ કરે છે. તકનીકી લાક્ષણિકતાઓ પગ ધરાવતા રોબોટ્સ બધી દિશા બાજુ હલનચલન કરી શકે તે માટે ત્રણ ડીગ્રી ફ્રીડમની સુવિધા સાથેના છ પગવાળા અને ચાર પગવાળા રોબોટ્સ ગોઠવેલા છે, અવરોધને ઓળખવા અને ઓળંગવા અલ્ટ્રાસોનિક સેન્સર્સ માનવીની જેમ સ્થિર સ્વયં સંચાલન કરી શકે છે. ક્વાડ્રાપેડમાં હાઈબ્રીડ લોકોમેશન માટે સક્રીય વ્હીલ્સ મીનીએચર ગ્રાઉન્ડ વ્હીકલ પે લોડ ક્ષમતા – 50 કીલો રોબોટનું વજન – 28 કીલો પ્રતિ આક્રમણ કામગીરી માટે ડે-લાઈટ કેમેરા ખડકાળ જમીન પર પ્રતિ કલાક 3 કીલોમીટરની ઝડપ પ્રોસ્થેટીક અને એક્સોસ્કેલેટન ભૌતિક પુર્નવસનની તક રોબોટીક અવયવ તથા પહેરી શકાય તેવા રોબોટ્સ એવી શોધો છે જેની સીધી અસર માનવજીવન ઉપર પડે છે. લોકપ્રિય સિનેમાના યોગદાનના પરીણામે તેમના મહત્વને વ્યાપક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે. અકસ્માત, યુદ્ધમાં ઘાયલ થયેલ કે હ્દયરોગના કારણે શરીરનું મૃતપાય થયેલું અંગ માનવી માટે ખૂબ જ પીડાજનક સ્થિતી ઉભી કરે છે. વ્યક્તિએ ગુમાવેલ અંગોના પુનઃસ્થાપનની તક રોબોટીક્સ થકી પ્રાપ્ત થાય છે અને તેઓ ફરી સામાન્ય જીવન વ્યતિત કરી શકે છે. રોબોટીક પ્રોસ્થેટીક્સમાં વિવિધલક્ષી સંશોધનની આવશ્યકતા છે, ખાસ કરીને ઈલેકટ્રોનીક્સ, મીકેનીક્સ અને જીવવિજ્ઞાનમાં. આ કલ્પનાના અમલીકરણ માટે વિવિધ ટેકનોલોજી વિકસીત થઈ છે અને આવનાર સમયમાં રોબોટીક પ્રોસ્થેટીક્સ વેચાતા મળતા હશે તે દિવસો હવે દૂર નથી. એક કદમ આગળ આ સંશોધનને એક્સોસ્કેલેટન જેવા સાધનોના નિર્માણ માટે લાગુ કરી શકાય જેનાથી માનવી તેની ક્ષમતા કરતાં પણ આગળ વધી શકે અને એવી શારીરિક શક્તિ અને ચપળતા હાંસલ કરે જેને સુપર-હ્યુમન તરીકે નવાજી શકાય. ટાઈમ મેગેઝીન દ્વારા ‘વર્ષ ૨૦૧૦ની ૫૦ શ્રેષ્ઠ શોધો’ તરીકે નવાજેલ પૈકીની Eksobionics દ્વારા નિર્મિત EksoVestએક એવી શોધ છે જે કામદારનો થાક ઉતારીને તેને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા સહાય કરે છે. આવા સાધનનો ઉપયોગ અકસ્માતની સંભાવનાઓ પણ ઘટાડે છે. ભૌતિકી શક્તિ EksoVest રોબોટ તમારા હાથ અને ખભા પરના વજનને તમારા પગ પર સ્થળાંતરીત કરે છે. આ મશીનનો ફોર્ડ કંપનીએ સફળતાપૂર્વક સક્રીય રીતે પરીક્ષણ પણ હાથ ધર્યું છે. તેથી રોજીંદા જીવનમાં ભારે વજનની કામગીરીમાં રોકાયેલ મીકેનીકોને સ્નાયુઓના થાક ઘટાડવામાં અત્યંત સહાયક બને છે. કામે વળગેલું અત્યાધુનિક વિજ્ઞાન ક્ષતિગ્રસ્ત થયેલ અંગની નસોને મગજના સંદેશાઓ વાંચવા તથા તે પ્રમાણે મોટર સંચાલિત અંગોને હલનચલન કરતાં કરવા માટે Myoelectric પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીને રોબોટીક પ્રોસ્થેટિક્સની એક આંતરિક રચના તરીકે અન્વેષણ કરાઈ રહી છે. 3D printed પ્રોસ્થેટીક્સનો ઉપયોગ myoelectric સિસ્ટમનું વજન ઘટાડવા માટે તથા વધુ સારું વૈયક્તિકરણ પુરું પાડવા માટે થાય છે.
अधिक जानकारी :